Sunday, March 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : એક અરજી અને અસરકારક કાઉન્સેલિંગથી ૧૨ વર્ષનું લગ્નબંધન બચી ગયું...‌.

    વાંકાનેર : એક અરજી અને અસરકારક કાઉન્સેલિંગથી ૧૨ વર્ષનું લગ્નબંધન બચી ગયું…‌.

    વાંકાનેર ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રની સંવેદનશીલતા અને સમજદારીભરી કામગીરીના પરિણામે એક દંપતિનું ૧૨ વર્ષ જૂનું લગ્નજીવન તૂટતાં બચી ગયું છે..

    પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પંથકના એક પતિ-પત્ની વચ્ચે સતત મતભેદ, શંકા અને ગેરસમજના કારણે ઘરેલુ કલેશ વધી જતાં બંને અલગ થવાના નિર્ણય સુધી પહોંચી ગયા હતા. આ સંદર્ભે મહિલાએ વાંકાનેર પોલીસ સ્ટેશન બેઇઝડ મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી કરતાં મહિલા સહાયતા કેન્દ્રના પ્રશિક્ષિત મહિલા કાઉન્સેલર તેજલબા ગઢવી અને વનિતાબેન સોલંકી દ્વારા બંને પક્ષોને અલગ-અલગ તેમજ સંયુક્ત રીતે કાઉન્સેલિંગ આપી પરિસ્થિતિને ઊંડાણપૂર્વક સમજી પરસ્પર સંવાદ, વિશ્વાસ, સહનશીલતા તેમજ પરિવારના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શનના પરિણામે બંને પતિ-પત્નીએ પોતાની ભૂલો સ્વીકારી, પરસ્પર સમજ વિકસાવી અને ફરીથી સાથે રહી પરિવારને એકતામાં જાળવવાનો નિર્ણય કર્યો હતો…

    આ સફળ હસ્તક્ષેપ બદલ દંપતિએ મહિલા સહાયતા કેન્દ્રની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સંકટની ઘડીએ સમયસર સહાય અને માર્ગદર્શન આપતી મહિલા સહાયતા કેન્દ્ર જેવી સેવાઓ સમાજ માટે અત્યંત ઉપયોગી અને આવશ્યક હોવાનું જણાવી અન્ય દંપતિઓને પણ મુશ્કેલીના સમયે સમયસર સંપર્ક કરવા અપીલ કરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!