Sunday, March 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી 4.8 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો....

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી 4.8 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો….

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ફર્સ્ટ લાઈક હોટલ નજીકથી મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના 4.829 કિલો જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી મળી હોય કે, એક શંકાસ્પદ ઈસમ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ફર્સ્ટ લાઈક હોટલ સામે ગેરકાયદેસર રીતે નાર્કોટિક્સ માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરવાની પેરવીમાં ઊભો હોય, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી રમન રાજેશ સાહ (ઉ.વ. 26, રહે. હાલ કારખાનાની ઓરડી, રાતાવીરડા, તા. વાંકાનેર, મુળ રહે. ઝારખંડ)ને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના 4 કિલો 829 ગ્રામ જથ્થા (કિંમત રૂ. ૨,૪૧,૪૫૦) તથા એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,46,450 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!