Sunday, March 1, 2026
More
    Homeમુખ્ય સમાચારગુનાહિત ઇતિહાસ ધરાવતી રીક્ષા ગેંગનો પર્દાફાશ : વાંકાનેરના દાણાપીઠ ચોક નજીક રિક્ષામાં...

    ગુનાહિત ઇતિહાસ ધરાવતી રીક્ષા ગેંગનો પર્દાફાશ : વાંકાનેરના દાણાપીઠ ચોક નજીક રિક્ષામાં બેસાડી વેપારીની નજર ચૂકવી ચોરી કરનાર ચાર ઝડપાયા….

    વાંકાનેર શહેરના દાણાપીઠ ચોક નજીક થોડા દિવસ પહેલા એક વેપારીને નિશાન બનાવી રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ઉલ્ટીના બહાને રોકડ રકમ રૂ. 42,000 ની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં પોલીસે આવાં ગુના આચરતી સંગઠિત રીક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આ ગેંગના ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે….

    આ બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ મદદથી તપાસના રીક્ષા ગેંગના સાગરીત ૧). ભાર્ગવભાઇ હીતેશભાઇ વારા (રહે. ઉમિયા ચોક, જશરાજ શેરી નં. ૪, રાજકોટ), ૨) ભરત મુળજીભાઇ ચંદ્રપાલ (રહે. ગોંડલ રોડ, રાજકોટ), ૩) ગોરધનભાઇ દેવજીભાઇ ગેડાણી (રહે. પોપટપરા શેરી નં. ૪, રાજકોટ) અને ૪) સોહીલ નજીરશા રફાઇ (રહે. જામનગર રોડ, રાજકોટ) ને ઝડપી પાડી આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા રોકડ રકમ રૂ. ૪૨,૦૦૦, એક રીક્ષા તથા ચાર મોબાઇલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    આ બનાવની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય અને અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ચોરીની ઘટનાઓમાં તેમની સંડોવણી હોવાની શક્યતા છે. પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વેપારી વર્ગમાં ચેતના ફેલાઈ છે અને પોલીસે અજાણ્યા લોકો સાથે સાવચેત રહેવા અપીલ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!