
માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા દ્વારા સીસીઆઇ સમક્ષ રજૂઆત કરાઇ….

સીસીઆઇ દ્વારા ગુજરાતમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હોય, ત્યારે રાજયના અલગ અલગ જીલ્લાઓમાં પ્રતિ હેકટર અલગ અલગ જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતો હોય, જે પૈકી વાંકાનેર તાલુકાના ખેડુતો પાસેથી પ્રતિ હેકટર 13.90 ક્વિન્ટલ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જ્યારે અન્ય જીલ્લાઓમાં ખેડુતો પાસેથી 20.85 ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવતી હોય, જેથી વાંકાનેર તાલુકાના ખેડુતો પાસેથી પણ પ્રતિ હેકટર દીઠ 20.85 ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામા આવે તેવી માંગ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા દ્વારા સીસીઆઇ સમક્ષ કરવામાં આવી છે…


આ સાથે જ વાંકાનેર તાલુકામાં અતિભારે વરસાદને લીધે કપાસની ક્વોલીટીમાં કોડીનું પ્રમાણ ઘણ વધુ છે. જ્યારે સુપર કપાસ વાંકાનેર તાલુકાના અમુક ગામોમાં જ થયેલ હોઈ અને બાકીના ગામોમાં કોડીવાળો કપાસ વધારે હોવાથી ક્વોલીટીમા થોડો ડીફરન્સ રહે છે. આથી ચાલુ વર્ષે મીડીયમ કપાસની ભાવફેર કરીને ખેડુતોના કોડીવાળા કપાસની પણ સી.સી.આઈ ખરીદી કરે તેવી માંગ કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt



