Tuesday, February 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતીદેવરી ગામની સરકારી શાળા પાછળ ખુલ્લા પટમાંથી પાંચ પત્તા પ્રેમી ઝડપાયાં....

    વાંકાનેરના રાતીદેવરી ગામની સરકારી શાળા પાછળ ખુલ્લા પટમાંથી પાંચ પત્તા પ્રેમી ઝડપાયાં….

    વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવરી ગામની સરકારી શાળા પાછળ ખરાવાડમાં ખુલ્લા પટમાં‌ જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). અલાઉદીન વલીભાઈ માણસીયા, ૨) ‌બાવજીભાઈ સીદાભાઈ વોરા, ૩). કીશોરભાઇ હેમંતભાઈ વોરા, ૪). પંકજભાઈ રામકૃષ્ણભાઈ કુબાવત અને ૫). ભરત નવીનભાઈ વોરાને રોકડ રકમ સહિત કુલ રૂ. ૫૩૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેરના ધર્મચોક નજીકથી વરલી ફિચરના જુગાર રમતા એક ઝડપાયો…

    વાંકાનેર શહેરના ધરમચોક એસપી પાન નજીકથી સીટી પોલીસ ટીમે આરોપી જુનેદ યાકુબભાઈ ભટ્ટી (રહે. નવાપરા)ને જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા રૂ. ૨૧૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!