રાજકોટની બહુચર્ચીત બેઠક પરથી મોહન કુંડારિયાનું પત્તુ કપાયું, ભાજપે પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા…
લોકસભા ચૂંટણીને માત્ર થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપે ઉમેદવારોના પ્રથમ નામની યાદી જાહેર કરી છે. પ્રથમ લિસ્ટમાં કુલ 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 15 ગુજરાતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. આ પ્રથમ યાદીમાં 28 મહીલાઓ અને 47 યુવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં જાહેર કરાયેલ બેઠકમાં કુલ દસ ઉમેદવારોને રિપીટ કરાયાં છે, જ્યારે પાંચ બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે…
ગુજરાતમાં જાહેર કરાયેલ ઉમેદવારો…
૧). રાજકોટ – પરશોત્તમ રૂપાલા,
૨). કચ્છ – વિનોદભાઈ ચાવડા,
૩). બનાસકાંઠા – ડૉ. રેખાબહેન ચૌધરી,
૪). પાટણ – ભરતસિંહજી ડાભી,
૫). અમદાવાદ પશ્ચિમ – દિનેશભાઈ મકવાણા,
૬). પોરબંદર – ડો. મનસુખ માંડવિયા,
૭). જામનગર – પૂનમબહેન માડમ,
૮). આણંદ – મીતેશભાઈ રમેશભાઈ પટેલ,
૯). ખેડા – દેવુસિંહ ચૌહાણ,
૧૦). પંચમહાલ – રાજપાલસિંહ જાધવ,
૧૧). દાહોદ – જસવંતસિંહ ભાભોર,
૧૨). ભરૂચ – મનસુખ વસાવા
૧૩). બારડોલી – પ્રભુભાઈ વસાવા
૧૪). નવસારી – સી. આર. પાટીલ
૧૫). ગાંધીનગર – અમિત શાહ
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp