
વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટીમાં સ્મશાન નજીક જલારામ નગર-૧ ખાતે રહેતા દિલશાન ઉમરદીનભાઈ મિરાશી નામના 17 વર્ષીય સગીરે ગઈકાલે પોતાના ઘરે રૂમમાં દોરડા વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સિટી પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી સગીરના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….



