સામાન્ય બોલચાલી બાદ વાતચીત કરવા ગયેલ ત્રણ યુવાનો પર માટેલના બે ઇસમો છરી વડે તુટી પડ્યા, પાંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર શહેરના બસ સ્ટેન્ડ પાસે યુવાનો વચ્ચે થયેલ સામાન્ય બોલચાલ બાદ વાતચીત કરવા જતાં મામલો બિચક્યો હતો, જેમાં વઘાસીયા ગામના ત્રણ યુવાનો પર માટેલ ગામના બે ઇસમોએ છરી વડે હુમલો કરી આડેધડ ઘા મારી ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં બે યુવાનો સહિત કુલ પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામે રહેતા ફરિયાદી વિરપાલસિંહ જગદિશસિંહ ઝાલા (ઉ.વ. ૧૯) એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ક્રિશભાઈ વિંઝવાડીયા અને કરણભાઈ વિંઝવાડીયા (રહે. બંને માટેલ) તથા ત્રણ અજાણ્યા છોકરા સામે ફરિયાદ નોંધાવી છે કે, આ બનાવમાં ફરિયાદીના મિત્ર પૃથ્વીરાજસિંહ ઝાલાને આરોપી સાથે બોલાચાલી થઇ હોય,
જેથી આ મામલે ફરિયાદ તથા સાહેદો વાંકાનેર બસ સ્ટેન્ડ ખાતે વાતચીત કરવા જતાં આરોપી કરણ તથા ક્રિશએ ફરિયાદી પર છરી વડે હુમલો કરી કાંડાના ભાગે તેમજ સાહેદ રાજદિપસિંહને માથાના ભાગે તથા સાહેદ ભવ્યદિપસિંહને આંગળીના ભાગે ઇજાઓ પહોંચાડી તેમજ અન્ય ત્રણ ઇસમોએ બોલાચાલી ઝઘડો કર્યો હોય, જેથી આ મામલે પોલીસે તમામ આરોપીઓ સામે બી.એન.એસ. કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૫૪ મુજબ ગુનો નોંધાયો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0