ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યના 46 તાલુકા વિકાસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા નિષ્પક્ષ અધિકારી રિઝવાન એ. કોંઢીયાની રાજકીય રાગદ્વેષના કારણે માત્ર એક વર્ષ કરતા ઓછા સમયમાં જ બદલી થતા તાલુકા પંચાયતમાં આંતરીક ગણગણાટ ચાલી રહ્યો હોય, દરમ્યાન શુક્રવારે વાંકાનેર તાલુકા પંચાયતમાં પોતાની નિષ્પક્ષ કામગીરીથી કર્મચારીઓમાં ચાહના મેળવનાર અધિકારીનો સૌપ્રથમ વખત ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો….
આ વિદાય સમારોહમાં વાંકાનેર પંથકના વિવિધ સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયત સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહી નિષ્પક્ષ અને પ્રિય અધિકારીને ભીની આંખે વિદાય બહુમાન આપ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1