વાંકાનેર શહેર નજીક ધરમનગર ખાતે થોડા દિવસ પહેલા એક પરણીતાએ કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોય, જે બનાવમાં પરણીતાને મરવા માટે મજબુર કરનાર પતિ, જેઠ અને નણંદોઇ એમ ત્રણ ઇસમો સામે મૃતક પરિણીતાના પિતાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ધરમનગરમાં ગત તા. ૨૬ ના રોજ જશવંતિબેન નિલેશભાઈ કરગઠીયા નામની 24 વર્ષીય પરણીત મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોય, જે બનાવમાં મૃતકને કોઇ કારણોસર માનસીક દુઃખ ત્રાસ આપી મરવા મજબૂર કરનાર પતિ નિલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા, જેઠ અલ્પેશભાઈ મેણશીભાઈ કરગઠીયા (રહે. બંને દુધાળાગીર, ગીર સોમનાથ) અને નણંદોઇ સંજયભાઈ રાણાભાઈ રાઠોડ (રહે. ખેરા ગામ, જી. જુનાગઢ) સામે મૃતક મહિલાના પિતા અરજણભાઇ માંડાભાઈ ભરડા (ઉ.વ. ૫૦)એ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1