Thursday, May 21, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે જૈન જાગૃતિ સેન્ટર અને લેડીઝ વિંગ દ્વારા પાણીના કુંડાઓનું વિતરણ...

    વાંકાનેર ખાતે જૈન જાગૃતિ સેન્ટર અને લેડીઝ વિંગ દ્વારા પાણીના કુંડાઓનું વિતરણ કરાયું…

    ગરમીના આકરા પ્રકોપ વચ્ચે વાંકાનેર શહેરમાં માનવસેવા અને જીવદયાના ઉદ્દેશ્યથી જૈન જાગૃતિ સેન્ટર તથા જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં લોકોને ગરમીમાં રાહત આપવા માટે છેલ્લા એક મહિનાથી સંસ્થા દ્વારા વાંકાનેર ખાતે નિઃશુલ્ક છાસ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં વધુ એક કદમ ઉમેરતા આજે જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા અબોલ જીવો માટે 150 જેટલા પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું….

    આજનો આ વિશેષ કાર્યક્રમ સ્વ. ડૉ. જોષી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વ. ડૉ. જોષી સાહેબના પુત્ર અને પુત્રીઓના વરદ હસ્તે લોકોને છાસ અને પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!