વાંકાનેર શહેર નજીક ધમલપર પાસે આવેલ જેટકોના સબસ્ટેશનની કેપેસીટર બેન્કમાંથી 300 કિલોગ્રામ વજનનું ભારેખમ રીએક્ટર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા રૂપિયા 50 હજારની કિંમતનું રીએક્ટર ચોરાઈ જવા મામલે જેટકોના નાયબ ઇજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ધમલપર નજીક આવેલ જેટકોના 220 કિલોવોટ સબસ્ટેશનમાં નાયબ ઈજનેર તરીકે નોકરી કરતા ફરિયાદી નિકુંજભાઈ ભવાનભાઈ રામાણીએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં સબ સ્ટેશનની કેપેસીટર બેન્કમાંથી રૂપિયા 50 હજારની કિંમતનું 300 કિલો વજનનું રીએક્ટર ગત તા.28 ફેબ્રુઆરથી આજદિન સુધીમાં ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1