Sunday, July 5, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ દ્વારા રક્તદાન...

    વાંકાનેર ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાશે….

    ભારતના મહાન રાષ્ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષ (સ્મૃતિ પર્વ) નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ રચનાત્મક અને સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ જ શૃંખલાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા (વાંકાનેર તાલુકા તેમજ શહેર મંડળ) દ્વારા પૂર્ણચંદ્ર ગરાસીયા બોર્ડિંગ – વાંકાનેર ખાતે આગામી સોમવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ રક્તદાન શિબિર દ્વારા સમાજમાં માનવતાનો સંદેશ પ્રસરે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજકોએ વાંકાનેર શહેર તેમજ તાલુકાના યુવાનો, સામાજિક આગેવાનો અને સેવાભાવી નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, ઉત્સાહભેર રક્તદાન કરવા માટે અપીલ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!