વાંકાનેર શહેર ખાતે આજરોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે શ્રી મચ્છુકઠીયા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ તથા યુવક મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશ્વકર્મા દાદાનું જ્ઞાતિજનો દ્વારા પૂજન બાદ વિશ્વકર્મા ઇતિહાસ રજૂ કરી મહિલા મંડળ દ્વારા ધુન ભજનની રમઝટ બોલાવી હતી. આ સાથે જ આ તકે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ શિલ્ડ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. જે બાદ વિશ્વકર્મા દાદાનો મહાપ્રસાદ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી મંડળ તેમજ યુવક મંડળ તથા મહિલા મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0