મોરબી કલેકટર કચેરી ખાતે યુસીસી અંગે બેઠકમાં સમગ્ર જીલ્લામાંથી સામાજિક તથા રાજકીય અગ્રણીઓએ ઉગ્ર વિરોધ ઠાલવ્યો…
સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા હોય, દરમ્યાન આજરોજ મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઇ હોય, જેમાં વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લામાંથી મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી યુસીસી કાયદાનો વિરોધ કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા…
આ બેઠકમાં યુ.સી.સી. કમિટીના સભ્યશ્રી સી.એલ. મીણા અને કમિટીના સિનિયર એડવોકેટશ્રી આર. સી. કોડેકર સમકક્ષ પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં આગેવાનોએ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, બાળકો સહિત મહિલા અધિકારો, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ પાસે પોતાના વિચારો રજૂ કર્યા હતાં…
વધુમાં આગામી તા. ૧૫/૦૪/૨૦૨૫ સુધી રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે તેવું તેમણે યુસીસી સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું…
આ તકે વાંકાનેર વિસ્તારમાંથી મુસ્લિમ સમાજના અગ્રણીઓ પૈકી શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા (ચેરમેન, વાંકાનેર માર્કેટિંગ યાર્ડ), ગુલમહંમદભાઈ બ્લોચ, જાકીરભાઈ બ્લોચ, ઉસ્માનગની શેરસીયા (કણકોટ), એસમદરઝા માથકીયા, સરફરાઝભાઈ પરાસરા(એડવોકેટ), મહંમદભાઈ રાઠોડ, ગફારભાઈ મેમણ, મકસુદભાઈ રાઠોડ, ગનીભાઈ શેરસીયા સહિતના ઉપસ્થિત રહી વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ વતી UCC એ મુસ્લિમોને બંધારણમાં આપવામાં આવેલ ધર્મ સ્વતંત્રતાના અધિકારનો સપષ્ટ ભંગ કરે છે તેમજ જો તમામ માટે સમાન કાયદો હોય તો આદિવાસીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા છે ?, ફક્ત અને ફક્ત મુસ્લિમોના બંધારણીય ધાર્મિક અધિકારો છીનવવવા માટે ભાજપ સરકાર UCC લાવવા માંગે છે તેમ જણાવી UCC વિરુદ્ધ વાંકાનેર સહીત સમગ્ર મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં સક્રિય આંદોલન ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm