વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારમાં રહેતા એક પરિવાર દ્વારા આયોજીત માતાજીના જમણવાર પ્રસંગે આમંત્રણ નહીં આપવા બાબતે બઘડાટી બોલી હતી, જેમાં બે શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતાં બાબતે ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા તીથવા ગામે લાશશાનગર ધારે કુબા વિસ્તારમાં રહેતા રમેશભાઇ ખીમજીભાઈ મેસરીયા (ઉ.વ.૪૪) એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ અઘારા અને ગોવિંદભાઈ કાનાભાઇ આઘારા (રહે. બંને કુબા વિસ્તાર, તિથવા) વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ગત તા.૩૧ ના રોજ સાંજના સવા સાતેક વાગ્યે ફરીયાદીએ માતાજીના જમણવારના પ્રસંગમાં આરોપીઓને આમંત્રણ આપેલ ન હોય,
જેનુ મન દુખ રાખી આરોપી ભરત ગોંવિદભાઈએ ફરીયાદીને ફોનમા ભુંડાબોલી ગાળો આપતાં ફરીયાદીના દીકરા રોનક રમેશભાઈ આરોપીના ઘરે જઈ વાત ચીત કરતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી ભરત અઘારાએ લોંખડના પાઈપ વતી રોનકને નાકના ભાગે તથા કપાળના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ આરોપી ગોંવિદ કાનાભાઈએ ઈજા પામનારને લોંખડના પાઈપ વતી જમણા હાથમા મુઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે રમેશભાઈની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે આઇપીસી કલમ -૩૨૩,૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…