સમગ્ર વર્ષ દરમિયાન એકપણ આકસ્મિક બનાવ ન બનવા તેમજ ઇંધણની બચત કરનાર ડ્રાઇવરોને પત્રકારોના હસ્તે સન્માનિત કરાયા…
વાંકાનેર એસટી ડેપો ખાતે આજરોજ ડ્રાઇવર – ડે નિમિત્તે વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘની અધ્યક્ષતામાં ડ્રાઇવરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન એસ.ટી. બસ ચલાવી નાના-મોટા એકપણ આકસ્નમિક બનાવ ન બનવા તેમજ ડિઝલ(ઈંધણ) ની બચતમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ ડ્રાઇવરોને પત્રકારોના હસ્તે પ્રમાણપત્ર તથા ગુલબ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા…
જેમાં રાજકોટ કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વાંકાનેર એસટી ડેપોના બસ ડ્રાઇવર દિલીપભાઈ ઘોડાદ્રા, મહિપાલસિંહ જાડેજા તથા રવિરાજસિંહ જાડેજાને પુષ્પગુચ્છ તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા. આ તકે વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘના સદસ્યો, ઇન્ચાર્જ ડેપો મેનેજર મહેબુબભાઇ લાહેજી, કેશીયર જે. બી. ઝાલા, એટીઆઈ રહીમભાઈ પરમાર, ટીસી નરેન્દ્રસિંહ જાડેજા, જે.એ. ગુલાબભાઈ બરેડિયા, સ્ટોર ક્લાર્ક હિતેશભાઈ પરમાર, ડ્રાઇવર હમિદભાઈ કાદરી, અશોક પરી એમ તેમજ અન્ય ડ્રાઇવર કંડક્ટરો અને તમામ વર્કશોપ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા…