વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજરોજ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100% જિલ્લાફેર બદલી કેમ્પમાં બતાવી ઑનલાઈન/ઑફલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પ યોજવા બાબતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી….
આ તકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી નજરુદ્દીનભાઈ માથકિયા, સહમંત્રી જૈનુલઆબેદ્દીનભાઈ બાદી, મીડિયા પ્રચાર મંત્રી ધવલભાઈ મહેતા, કોપ સદસ્ય નરેન્દ્રભાઈ કાલરિયા તથા વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સદસ્યો દ્વારા વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100% જિલ્લાફેર બદલી કેમ્પમાં બતાવી ઑનલાઈન/ઑફલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજી પછી બાકી રહેતી જગ્યાઓ પર જ વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે તેવી રજૂઆતને સરકારશ્રી સુધી પહોંચાડવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L