વાંકાનેર વિસ્તારમાં માતા-પિતા અને સંતાનો માટે બોધપાઠ સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરની રોયલપાર્ક સોસાયટી ખાતે રહેતો યુવાન કોઈ કામ ધંધો ન કરતો હોય અને ખોટા રડે ચડી ઘરે સમયસર ન આવતાં તેને પિતાએ આ બાબતે ઠપકો આપતા યુવાનને મનોમન લાગી આવતા યુવાને પોતાની રીતે એસિડ પી આપઘાત કરી લેતા આ બનાવને વાંકાનેર સિટી પોલીસ અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની રોયલપાર્ક સોસાયટી શેરી નં. ૦૩ ખાતે રહેતા ક્રિસ દીપકભાઈ જાદવ (ઉ.વ.19) નામનો યુવાન કોઈ કામ ધંધો કરતો ના હોય અને ખોટા રવાળે ચડી ગયો હોય સમયસર ઘરે ન આવતો હોય જેથી આ બાબતે તેના પિતાએ ઠપકો આપતાં યુવાનને મનોમન લાગી આવતા તેને અમરસર બસ સ્ટેન્ડ પાસે પોતાની જાતે એસિડ પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..