વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં તમામ નદી-નાળા છલકાયા…: જગ્યાએ જગ્યાએ નાની-મોટી નુક્શાનની ના સમાચાર…
વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં આજે રવિવારે વહેલી સવારથી જ મેઘરાજા ધીમીધારે વર્ષ્યા હોય જેમાં બપોરે 2:00 વાગ્યા બાદ મેઘરાજા રુદ્ર સ્વરૂપ ધારણ કરી સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં વાંકાનેર વિસ્તારમાં બપોરે ત્રણ થી સાંજે આઠ વાગ્યા દરમિયાન પાંચ ઇંચ સહિત દિવસ દરમિયાન કુલ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે….
વાંકાનેર વિસ્તારમાં માત્ર ત્રણ કલાકમાં જ પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાવવાના કારણે આજુબાજુના મોટાભાગના નદી-નાળાઓ છલકાઈ ગયા છે, જેનાથી જગ્યાએ જગ્યાએથી નાની મોટી નુકસાની ના સમાચારો સામે આવી રહ્યા છે….
વાંકાનેરના કેરાળા ગામ ખાતે માત્ર ત્રણ કલાકમાં જ દસ ઇંચ કરતાં વધારે વરસાદથી ગામમાં ઠેર ઠેર પાણી પાણી થઇ ગયા છે, જેમાં ગામની સીમમાં પણ પાણી ભરાઈ જવાના કારણે ઘણા ખેડૂતો વાડી ફસાયેલ હોવાની માહિતી મળી રહી છે. એકધારા દસ ઇંચ કરતાં વધારે વરસાદથી ખેડૂતોને નાની-મોટી નુકસાની પહોંચી હોવાની માહિતી મળી રહી છે…