સમગ્ર વાંકાનેર પંથકમાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થઈ હોય, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર પંથકમાં સચરાચાર વરસાદ નોંધાયો છે. ત્યારે વાંકાનેરના મહિકા ગામ ખાતે ખેડૂતના ઘરે ફળિયામાં વૃક્ષ પર વીજળી પડતા વૃક્ષ નીચે બાંધેલ એક ભેંસનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે…..
બનાવીની વાંકાનેર કંટ્રોલ રૂમ ખાતેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે રહેતા ખેડૂત બસીરૂદ્દીન અલીભાઈ બાદીના ઘરે ફળિયામાં આવેલ એક વૃક્ષ પર સાંજે પાંચ વાગ્યે વીજળી પડતાં વૃક્ષ નીચે બાંધેલ એક ભેંસનું મોત થયું હતું, જેથી આ બનાવની તલાટી મંત્રી દ્વારા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તથા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS