પૈસા આપવા છતાં પાર્કિંગ અસુરક્ષિત રેલ્વે પાર્કિંગમાં પણ છીંડાથી એક્ટીવાની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ….
રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ તંત્ર દ્વારા લોકોની સુવિધા અને સુરક્ષા માટે પાર્કિંગ ઉભા કરી કોન્ટ્રાકટર થકી પાર્કિંગ ફી ઉઘરાવી નફો રળવામાં આવતો હોય છે, છતાં પણ આવા જાહેર સ્થળોએ પે એન્ડ પાર્ક કરેલા વાહનોની ચોરી થતાં અનેક પ્રશ્નો સર્જાતા હોય છે, ત્યારે આવો જ એક બનાવ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે સામે આવ્યો છે. જેમાં રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કરેલા એકટીવાની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી લઈ જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મુસ્તાકરઝા માહમદભાઈ ખોરજીયાએ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી રેલવે મુસાફરી દરમિયાન તેમનું એકટીવા બાઈક નં. GJ 36 Q 8636 રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કરેલ હોય, જેની કોઈ અજાણ્યા ઈસમો રેલ્વે પાર્કિંગની સઘન સુરક્ષા અને સિક્યુરિટી ગાર્ડની નજર નીચેથી ચોરી કરી લઇ જતા આ મામલે રાજકોટ રેલ્વે પોલીસમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાય છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1