વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રહેતી મહિલા સાથે જુના ઝઘડાનો ખાર રાખી એક આરોપીએ પોતાની બોલેરો કાર લઇને આવી મહિલાના ઘરના મેઇન ગેઇટ સાથે અથડાવી, બાઇકમાં નુકશાન કરી મહિલાના પુત્રને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના નવા ઢુવા ગામે રહેતા જીતુબેન અશોકભાઈ સારલા (ઉ.વ. ૪૫)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વિક્રમસિંહ અજીતસિંહ ઝાલા (રહે.નવા ઢુવા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આ બનાવમાં આરોપીની હોટલમાં અગાઉ ફરિયાદીના દેરાણી કામ કરતા હોય, જે બાબતે ઝઘડો થયો હોય, જેનો ખાર રાખી આરોપીએ ‘ તમને નવા ઢુવામાં રહેવા દેવા નથી ‘ તેમ કહી,
બોલેરો કાર નં. GJ 36 T 5492 લઈને ફરિયાદીના ઘરે આવી તેમના મકાનના મેઇન ગેટ સાથે ગાડી અથડાવી ગેઇટ પાડી લઇ, ત્યાં પડેલા બાઇકમાં નુકશાન કરી તેમજ ફરિયાદીના પુત્ર વિજયને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….