પત્રકાર અને વિપક્ષના અપમાન તેમજ સરમુખત્યારશાહીના આક્ષેપોથી ચર્ચાના ચકડોળે ચડેલ સભા નિયમો વિરુદ્ધ : વિપક્ષ
વાંકાનેર નગરપાલિકાની ગત તા. ૦૮ એપ્રિલના રોજ યોજાયેલી સાધારણ સભા વિપક્ષી સદસ્યો તેમજ પત્રકાર કેતનભાઇ ભટ્ટીના અપમાનના કારણે હાલ સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ચર્ચાના ચકડોળે ચડી છે, ત્યારે આ મામલે સાધારણ સભાની કાર્યવાહી રદ્દ કરવા અને કાયદાકીય કાર્યવાહી કરવા માટે કોંગ્રેસના નગરપાલિકાના સદસ્યો દ્વારા પ્રાદેશિક કમિશ્નર રાજકોટ સમક્ષ નગરપાલિકા અધિનિયમ 258 હેઠળ ફરિયાદ કરી નિયમો વિરુદ્ધમાં યોજાયેલ આ સભા રદ કરવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ આ સભા મામલે મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ નગરપાલિકા અધિનિયમ 259 હેઠળ પણ વિપક્ષના સદસ્યોએ ફરિયાદ કરી છે…
વધુમાં સાધારણ સભામાં અનુસૂચિત જાતિ મહિલા અનામત બેઠક પર ચુંટાયેલા નગરપાલિકાના સદસ્ય એકતાબેન ઝાલાને સત્તાધીશોએ ભેદભાવ રાખી તેમના સમાજ, વિસ્તાર અને વાંકાનેર શહેરના પ્રશ્નો રજુ ન કરવા દેવાતા તેમણે પ્રિન્સિપાલ સેક્રેટરી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર, પ્રાદેશિક કમિશ્નર રાજકોટ તથા જિલ્લા કલેક્ટર મોરબી સમક્ષ રજુઆત કરતા ખળભળાટ મચી ગયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1