વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઇલ ફોન ચોરીના બનાવમાં મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા એક આરોપીને ચોરાયેલ મોબાઇલ ફોન સાથે ઝડપી પાડી અનડીટેક્ટ ગુનાને ડિટેકટ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગત તા. 10/05 ના રોજ નોંધાયેલ મોબાઇલ ચોરીનો ગુનો છેલ્લા એક મહિનાથી વણ શોધાયેલ હોય, જેથી આ ગુનો શોધી કાઢવા માટે મોરબી એલસીબી ટીમ કાર્યરત હોય દરમિયાન એલ.સી.બી.ટીમને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે આરોપી હાર્દીક ગોવિંદભાઇ અસૈયા (ઉ.વ. ૩૩, રહે. આરોગ્યનગર, શેરી નંબર-૫, વાંકાનેર)ને ગાયત્રીચોક, આરોગ્યનગર ખાતેથી ચોરીના મુદામાલ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો…
જે બાદ આરોપીની પુછપરછ કરતા તેણે આ મોબાઇલ ફોન ચોરી કરી મેળવેલ હોવાની હકીકત જણાવતા શકમંદ મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી ઇસમને સી. આર.પી.સી. કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc