વાંકાનેર શહેરના કુંભારપરા ખાતે રહેતા એક યુવાને દિવાળી સમયે તેના પાડોશીને ફટાકડા ફોડવાની ના પાડી હોય જે બાબતનો ખાર રાખી બે શખ્સોએ ગતરાત્રીના યુવાન પર ઇંટના ટુકડાથી હુમલો કરી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ મામલે પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી જીવણભાઈ ભરતભાઈ રાઠોડએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી પ્રભાતભાઈ નરેશભાઈ સોલંકી અને ગુગો કનુભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત દિવાળીના સમયે ફરિયાદીના દાદા ગુજરી ગયા હોય, જેમાં તેમના પાડોશમાં રહેતા આરોપી પ્રભાત ઘર પાસે ફટાકડા ફોડતો હોય, જેના ફટાકડા ફોડવાની ના પાડી હોય,
જેથી આ બાબતનો ખાર રાખી ગતરાત્રીના ફરિયાદી આરોગ્યનગર ખાતેથી પસાર થતા હોય, ત્યારે ઉપરોક્ત બંને આરોપીઓએ તેમને રસ્તામાં રોકી, જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી, ત્યાં પડેલ ઇંટના ટુકડા વડે ફરિયાદી પર હુમલો કરી માથાનાં ભાગે માર મારતાં ફરિયાદીને બેભાન હાલતમાં સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ આ બનાવમાં વાંકાનેર સિટી પોલીસે યુવાનની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc