Wednesday, July 30, 2025
More
    Homeમુખ્ય સમાચારસભ્ય સમાજના અસભ્ય ધારાસભ્ય : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ લોકોના પ્રશ્નો ઉજાગર...

    સભ્ય સમાજના અસભ્ય ધારાસભ્ય : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ લોકોના પ્રશ્નો ઉજાગર કરતા પત્રકારનો મોબાઇલ પડાવી ઉદ્ધતાઈની હદો વટાવી….

    વાંકાનેર ધારાસભ્ય ઉવાચઃ મારી વિરુદ્ધમાં પત્રકારોએ કવરેજ લેવું નહીં, નહીંતર જોઇ લઇશ ; સત્ય ન સાંભળી શકતા ધારાસભ્ય લોકોના પ્રશ્નો કેમ સાંભળશે ?

    દિનપ્રતિદિન સત્તાપક્ષના આગેવાનો દ્વારા જાહેરમાં લોકશાહીનું ચીરહરણ કરતાં બનાવો વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ વાંકાનેરમાં ભાજપનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સામે આવ્યો છે. જેમાં નગરપાલિકાની અણઘડ કામગીરી બાબતે જનતાના પ્રશ્નોને વાચા આપતા લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર સાથે ધારાસભ્ય સોમાણ દ્વારા પોતાની વિરુદ્ધનું સત્ય સહન ન થતાં હદો વટાવી પત્રકાર પાસેથી મોબાઇલ છીનવી લઇ બેફામ વાણીવિલાસ કરી મોબાઇલમાં સત્તાપક્ષ વિરુદ્ધના તમામ ફોટા અને વિડીયો ડિલીટ ધાકધમકી આપી હતી, જેની સામે પિડિત પત્રકાર દ્વારા વાંકાનેર પોલીસમાં અરજી કરતાં ખળભળાટ મચી ગયો છે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર ખાતે પત્રકાર તરીકેની ફરજ બજાવતા કેતનભાઇ કિશોરચંદ્ર ભટ્ટી ગઇકાલ તા. ૦૮ એપ્રિલ, મંગળવારે સાંજ ૫:૩૦ વાગ્યે વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભાના મિડિયા કવરેજ માટે ગયા હોય દરમ્યાન વિપક્ષી સદસ્યોના વિરોધ અંગે મિડિયા કવરેજ કરતા હોય ત્યારે અચાનક વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમના ૨૦ થી ૨૫ જેટલા સાગરીતો સાથે આવી પત્રકારનો મોબાઈલ પડાવી બેફામ વાણીવિલાસ સાથે ગાળો આપી પત્રકાર તરીકેની ફરજમાં રૂકાવટ કરી, “ મારી વિરુદ્ધ તમારે મિડિયા વાળાઓએ કવરેજ કરવું નહીં, હું તમને બધાને જોઇ લઇશ. “ કહી કેતનભાઇ ભટ્ટીના મોબાઈલમાં લીધેલ તમામ વિડિયો તથા ફોટા ડિલેટ કરી નાખી બેફામ ગાળો આપી હતી…

    આ સાથે જ નગરપાલિકાના ઉપપ્રમુખ હર્ષિત સોમાણીએ પણ કેતનભાઇ ભટ્ટીને બેફામ ગાળો આપી ‘ તને ગમે ત્યાં ફીટ કરી દઇશું ‘ જણાવી પત્રકાર તરીકેની ફરજમાં રૂકાવટ કરી, જેથી આ મામલે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ હર્ષિત સોમાણી તથા તેમના ૨૦ થી ૨૫ જેટલા સમર્થકો વિરુદ્ધ પત્રકાર કેતનભાઇ ભટ્ટીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ અરજી કરતાં ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકશાહીના ચોથા સ્તંભ પર સત્તાપક્ષના ધારાસભ્યએ કરેલા હુમલાના કારણે સમગ્ર ગુજરાતના પત્રકાર આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે મુદ્દો જલદ સ્વરૂપ ધારણ કરે તેવી પુરી શક્યતા સેવાઇ રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!