વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીકથી કરોડોની લેતીદેતી મામલે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હોય, જે બહુચર્ચિત પ્રકરણમાં આરોપીઓએ પોતાના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન માટે અરજી કરતાં નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓને જામીનમુક્ત કરવા હુકમ કર્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીકથી કરોડોની રકમની લેતીદેતી મામલે ત્રણ શખ્સોએ લીલાભાઈ કાળુભાઈ ભુંડીયા (ઉ.વ. ૩૫, રહે. મનડાસર, તા. થાન) નામના યુવાનનું અપહરણ કર્યું હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ખોડાભાઈ રણછોડભાઈ સેફાત્રા તથા ગોપાલભાઈ ગેલાભાઈ સેફાત્રા (રહે. બંને ખેતરડી, તા. હળવદ) અને મેલાભાઈ હમીરભાઈ સેફાત્રા (રહે. ચુંપણી, તા. હળવદ)ની ધરપકડ કરી હોય, જે મામલે આરોપીઓએ પોતાના વકીલ અને વાંકાનેર બાર એસોસિયેશનના પુર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, વિજય બાંભવા, યોગીરાજસિંહ ઝાલા મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન માટે અરજી કરતાં, નામદાર કોર્ટે બચાવ પક્ષે મયુરસિંહ પરમારની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી ત્રણેય આરોપીઓનાં શરતી જામીન મંજૂર કર્યા છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L