
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં તસ્કરોએ ધોળા દિવસે એક બંધ મકાનને નિશાન બનાવ્યું છે. પરિવારની ગેરહાજરીનો લાભ લઈ તસ્કરો મકાનના તાળાં તોડી અંદર પ્રવેશી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧.૬૦ લાખની માલમતા ચોરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે….

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના નવા પ્લોટ વિસ્તારમાં કુમાર શાળાની બાજુમાં રહેતા ફરીયાદી ઉસ્માનગનીભાઈ મહમદભાઈ માથકીયા (ઉ.વ. ૫૨)એ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૪ના રોજ સવારે ૯ થી બપોરના ૧૧:૪૫ વાગ્યાના અરસામાં ફરિયાદી તેના પરીવાર સાથે સવારે ખેતીકામ માટે વાડીએ ગયા હોય ત્યારે પાછળથી કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી રૂમના કબાટમાંથી સોનાની હાંસડી, પહોંચી, સેર, વીંટીઓ અને કાનના એરિંગ તથા ચાંદીના સાંકળા અને વીંટી અને રોકડા રૂ. ૧૦,૦૦૦ સહિત કુલ રૂ. ૧,૬૦,૦૦૦ના મતાની ચોરી કરી નાસી ગયા હતા,

જેથી પોલીસે આ બનાવમાં અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર ચોરી થયેલ મુદ્દામાલની કિંમત દસથી બાર લાખની આસપાસ હોવાનો અંદાજ છે, જેમાં પોલીસ ચોપડે ૨૦ વર્ષ પહેલાંની કિંમત મુજબ દાગીના ગણવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે, એટલે કે ખરેખર ૧૦-૧૨ લાખના મુદ્દામાલની ચોરી થયેલ હોવાનું ફલિત થઈ રહ્યું છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


