
વાંકાનેર તાલુકાના મેસરીયા પંથકમાં પીવાના પાણીની લાંબા સમયની સમસ્યાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા તાલુકામાં પાણીની સુવિધા સુધારવા માટે મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ૧૦૦ એલ.પી.સી.ડી. (LPCD) ગ્રુપ સુધારણા યોજનાનું કામ હાલ વાંકાનેર તાલુકામાં પુરજોશમાં ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ, ‘ઓગમેન્ટેશન ઓફ વાંકાનેર ગ્રુપ વોટર સપ્લાય સ્કીમ’ પ્રોજેક્ટ અંતર્ગત ગારીડા અને જાલીડા ગામની વચ્ચે એક નવો સંપ અને પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. આ નિર્માણ કાર્ય તાજેતરમાં જ પૂર્ણ થતાં અહીંથી સત્તાવાર રીતે વોટર સપ્લાય ચાલુ કરી દેવામાં આવ્યો છે….
આ પ્રોજેક્ટ કાર્યરત થતાં તેની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે સ્થાનિક આગેવાનોએ સ્થળ પર જઈને વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જીજ્ઞાસાબેન મેર (પૂર્વ કારોબારી ચેરમેન, વાંકાનેર તાલુકા પંચાયત), અલ્પેશભાઈ મેર (વિરોધ પક્ષના નેતા અને સદસ્ય, તાલુકા પંચાયત), રાજુભાઈ (સ્થાનિક સરપંચ), સમીરભાઈ કુરેશી (પ્રોજેક્ટ એન્જિનિયર), સાવનભાઈ (કોન્ટ્રાક્ટર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ પમ્પિંગ સ્ટેશન અને સંપ શરૂ થવાથી મેસરીયા પંથકના અનેક ગામડાઓને હવે પીવાનું શુદ્ધ પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળી રહેશે. પાણી પુરવઠા વિભાગની આ કામગીરીથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપસ્થિત આગેવાનોએ આ પ્રોજેક્ટની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંબંધિત અધિકારીઓ તથા એન્જિનિયરો સાથે કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી હતી…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


