વાંકાનેરમાં ભારત જન વિજ્ઞાન જાથાનો દરોડો, મહિલા સાથે છેતરપિંડીનો પર્દાફાશ કરાયો…
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે ઘરમાં જોવાની પ્રવૃત્તિ કરતા મુંજાવર બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી છેલ્લા દસ વર્ષથી દોરા–ધાગા, ઈલમના ધતિંગ કરનાર બાપુ વિજ્ઞાન જાથાનો ૧૨૬૩ મો સફળ પર્દાફાશ કરાયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમદાવાદનો વતની બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી નામનો ઇસમ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહી છેલ્લા ૧૦ વર્ષથી દુઃખ-દર્દ મટાડવાના ધતિંગ કરતો હતો અને ઘરમાં પીરના નામે જોવાની ધતિંગ લીલા કરતો હતો. જે આરોપી પતિ-પત્નીના ઝઘડામાં ફોટો પર વિધિ વિધાન કરી, ડાકણ, ચુડેલનો આરોપ મૂકી અંદરોઅંદર ઝઘડો કરાવતો હતો. માનસિક બીમારીનો ઉપચાર તેમજ તાવીજ દોરા માટે રૂપિયા ૧૧૦૦ જેવી રકમ પડાવતો હોવાનું વિજ્ઞાન જાથાની ટીમને જાણવા મળ્યું હતું, જેને પગલે આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની ટીમે સ્થળ પર પહોંચી પોલીસને સાથે રાખી ધતિંગનો પર્દાફાશ કર્યો હતો…
વિજ્ઞાન જાથાની ટીમે આજે ૧૨૬૩ મો સફળ પર્દાફાશ કર્યો હતો વાંકાનેર સીટી પોલીસ ટીમને સાથે રાખી વિજ્ઞાન જાથા ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અને લોકોને આવા દોરા-ધાગાના ધતિંગ સામે જાગૃત બનવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અપીલ કરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm