અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી પેટ્રોલ પુરાવવા આવેલ યુવાન પર બે શખ્સોનો હુમલો….
વાંકાનેર શહેરના જીનપરા હાઇવે જકાતનાકા ખાતે ગતરાત્રિના ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે અગાઉ થયેલ અદાવતનો રાખી પોતાની સ્વિફ્ટ કારમાં પેટ્રોલ પુરાવવા આવેલ યુવાનને ગાળો આપી બે સગા ભાઈઓએ છરી વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ બે શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિભાભાઇ ઉર્ફે બાબુભાઇ મોનાભાઇ સરૈયા (ઉ.વ. ૨૫, રહે. જેતપરડા) એ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને ચારેક માસ પુર્વે ઇકોમાં પેસેન્જર બરવા બાબતે આરોપી સાહીલ હુશેનભાઇ પીપરવાડીયા અને ફૈઝલ હુશેનભાઇ પીપરવાડીયા (રહે. બંને જીનપરા) સાથે માથાકુટ થયેલ હોય, જેમાં ફરિયાદી ગત મોડી રાત્રીના જીનપરા જકાતનાકા પાસે સ્વિફ્ટ કારમાં પેટ્રોલ પુરાવવા જતા,
ત્યાં ઉભેલા ઉપરોક્ત બંને આરોપી ભાઇઓ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ બંને આરોપીઓએ ફરિયાદી પર છરી વડે હુમલો કરી માથા તથા પડખાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી, જેથી ફરિયાદીને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો, જે બાદ ફરિયાદીએ બંને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65