વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં ગતરાત્રીના અચાનક પલટો આવ્યો હતો, જેમાં સમગ્ર વાંકાનેર પંથકમાં વિજળીના કડાકાભડાકા અને પવનના સુસવાટા સાથે સચરાચર વરસાદ નોંધાયો હતો. સમગ્ર પંથકમાં અચાનક આવેલાં વરસાદથી ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે…
વાંકાનેર વિસ્તારમાં રાત્રીના 12 વાગ્યાથી સવાર સુધીમાં કુલ 32 મીમી એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ કંટ્રોલ રૂમ ખાતે નોંધાયો છે. હાલ વાંકાનેર પંથકમાં ગાજવીજ અને પવન સાથે આવેલ વરસાદના કારણે કોઇ જાનહાનિ કે નુકસાનીના સમાચારો સામે ન આવ્યા હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg