વાંકાનેર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં વેપારી દ્વારા પૈસાની લેણી મામલે ફોજદારી કેસ નોંધાવવામાં આવેલ હોય, જેમાં આરોપીને કોર્ટ દ્વારા વોરંટ બજાવી હાજર રહેવા ફરમાન કરેલો હોય, જેનો આરોપી દ્વારા અનાદર કરી કોર્ટમાં હાજર ન થતાં નામદાર કોર્ટના સિનિયર ક્લાર્ક દ્વારા આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના યશ માર્કેટિંગના ઓનર પરવેઝભાઈ ખોરજીયા દ્વારા પૈસાની લેણી મામલે વડોદરાના શયોના એન્ટરપ્રાઇઝના જવાબદાર વ્યક્તિ અશ્વીન રાવ સામે વાંકાનેર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસમાં નોંધાવેલ હોય, જેમાં કોર્ટ દ્વારા આરોપીને સમન્સની બજવણી કરી હોવા છતાં આરોપી અશ્વિન રાવ કોર્ટ મુદ્દતે હાજર ન રહેતા, વાંકાનેર સિવિલ કોર્ટના સિનિયર ક્લાર્ક હરદેવસિંહ ગોહીલએ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં બીએનએસ કલમ ૨૦૯ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવમાં આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L