
વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ ખાતે રહેતા 62 વર્ષીય વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા ચિત્રખડા ગામ ખાતે રહેતા ઉદાભાઈ લાખાભાઈ ઠાકોર (ઉ.વ. ૬૨) કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતા, તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે બાદમાં સાણંદ નવજીવન ડોક્ટર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0



