વાંકાનેર તાલુકાના ઠીકરિયાળી ગામની સીમમાં બાઉન્ડ્રી ઓવરબ્રિજ પરથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે એક ઇકો વાહનનો પીછો કરી તેને રોકી તલાસી લેતા ઈકો કારમાંથી 400 લીટર દેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા હતા, જેથી આ બનાવમાં પોલીસે ઝડપાયેલ બે ઇસમો સહિત દારૂનો જથ્થો મંગાવનાર તેમજ મોકલનારના નામ ખોલી ચાર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નજીકથી ઇકો કાર નં. GJ 03 HK 1024 ને અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી રમેશભાઈ ઉર્ફે અટી ભીખાભાઇ બોહકીયા અને આરોપી પ્રવીણભાઈ દેવાભાઈ ઉઘરેજા (રહે.બન્ને ધારા ડુંગરી તા.સાયલા)ના કબ્જામાંથી 400 લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૮૦,૦૦૦) ઇકો કાર સહિત કુલ રૂ. 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો…
આ બનાવમાં ઝડપાયેલ બંને આરોપીઓની પૂછપરછમાં દેશી દારૂનો જથ્થો મોરબીના ત્રાજપરમાં રહેતા આરોપી નરેશભાઈ પરસોત્તમભાઈ કોળીએ મંગાવ્યો હોય અને આરોપી રવિભાઈ ભુદરભાઈ કોળી (રહે.નળખંભા, તા. થાનગઢ)એ મોકલ્યો હોવાની કબુલતા આપતા પોલીસે ચારેય ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1