Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર બાઉન્ટ્રી નજીક આઇસર ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી 2.72 લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો...

    વાંકાનેર બાઉન્ટ્રી નજીક આઇસર ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી 2.72 લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો…..

    મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂ-બિયર સહિત કુલ રૂ. 12.77 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો….

    મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી પસાર થતા એક આઇસર ટ્રકને રોકી તલાસી લેતા ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેથી આ બનાવમાં પોલીસે 2.72 લાખની કિંમતના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે આઇસર ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ટ્રી નજીક વોચ ગોઠવી અહીંથી પસાર થતાં એક આઇસર ગાડી નં. GJ 23 AT 3603 ને રોકી તલાશી લેતા આઇસરમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂની 625 બોટલો (કિંમત રૂ. ૨,૬૭,૭૧૦) તથા 48 નંગ બિયરના ટીન (કિંમત રૂ. ૪,૮૦૦) મળી આવતાં પોલીસે આ બનાવમાં આઇસર ચાલક આરોપી મુળસીંગ પ્રભાતસીંગ રાઠોડ (ઉ.વ. ૪૨, રહે. કાનોડા, રાજસ્થાન)ની વિદેશી દારૂ-બિયર તથા આઇસર સહિત કુલ રૂ. 12,77,510 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    પોલીસ દ્વારા આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પુછપરછમાં વિદેશી દારૂનો જથ્થો આરોપી દયાનંદ ગોપાલ (રહે. કોનકોન ગામ ગોવા, કોચીન હાઈવે) એ મોકલાવેલ હોય અને આ જથ્થો આરોપી રાજકોટના બુટલેગર રાજુસીંગએ મંગાવેલ હોય, જેથી આ બંને સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!