રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને નામદાર કોર્ટ તરફથી મંજૂરી મળતાં વાંકાનેરના ગારીડા ગામની સીમમાં પડતર ડામર રોડ પર વાંકાનેર સિટી પોલીસ તથા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂના કુલ 13 ગુનામાં ઝડપાયેલ 63.78 લાખની કિંમતના મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને નાશ કરાયો હતો….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરથ પાસે આવેલા પડતર ડામર રોડ ખાતે ગઇકાલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલી વિદેશી દારૂની 333 નંગ બોટલો તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂની 29,469 બોટલ સહિત કુલ રૂ. 63,78,495 ની કિંમતના મુદ્દામાલ પર અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L