વાંકાનેરના સિંધાવદર ગામે આવેલ એસ.એમ.પી. હાઈસ્કુલ ખાતે આજરોજ વિના મુલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળામાં અભ્યાસ કરતા 350 જેટલા વિદ્યાર્થીઓમાં ઘરે વૃક્ષારોપણ કરવા માટે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું….
શાળામાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ધી પીર કાસિમ અલી (રહે.) અંજુમને મોમીન ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ શકિલ પીરઝાદા દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને વ્યસન મુક્ત રહેવા આહવાન કરવામાં આવ્યું હોય, જેના પ્રતીસાદ રૂપે સંસ્થા દ્વારા આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી 350 વિદ્યાર્થીઓમાં લિંબુ, આસોપાલવ, લીમડો, જામફળ, આંબલી, ગુલમહોર, બોરડી સહિતના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરી આ તમામ રોપાઓને વિદ્યાર્થીઓને પોતાના ઘરે વાવેતર કરવા એસાયમેન્ટ આપી,
તેની યોગ્ય માવજત તથા દેખરેખની જવાબદારી વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. આ સાથે જ સારી રીતે વૃક્ષની માવજત કરી વૃક્ષનો ઉછેર કરનાર વિધાર્થીને આગામી પ્રજાસતાક દિવસ તથા સ્વતંત્રતા પર્વે સન્માન ક૨વાની જાહેરાત કરવામાં આવી છે. જેથી સંસ્થા દ્વારા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપી પ્રર્યાવરણની માવજતનો સંદેશો વિદ્યાર્થીઓ મારફતે સમ્રગ દેશને આપવામાં આવ્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS