વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામ ખાતે ચોકમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને રોકડા રૂ. 11,700 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સર્વેલન્સ સ્ટાફના કો. ધર્મરાજભાઈ કીડીયા તથા દર્શિતભાઈ વ્યાસને મળેલી ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે ભોજપરા ગામે ચોકમાં જુગારનો દરોડો પાડી આરોપી ૧). ઉમેશભાઇ રમેશભાઇ ચૌહાણ, ૨). ધરમશીભાઇ છનાભાઇ વિંજવાડીયા અને ૩). રજનીકભાઈ રાજેશભાઇ વિંજવાડીયાને જાહેરમાં જુગાર રમતા રોકડ રકમ રૂ. 11,700 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં હેડ કો. મુકેશભાઈ ચાવડા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા હરદીપસિંહ ઝાલા તથા કો. તાહજુદ્દીનભાઈ શેરસીયા તથા ધર્મરાજભાઈ ગઢવી તથા દર્ષીતભાઇ વ્યાસ તથા દિનેશભાઈ સોલંકી સહિતના રોકાયા હતા....
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS