વાંકાનેરના વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ ખાતે કાર્યરત શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય તેમજ શ્રીમતી વી. એસ. શાહ ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ વિદ્યાલયના સંયુક્ત શાળા પ્રવેશોત્સવ સંકુલના ઓડિટોરિયમ ખાતે યોજાયો હોય, જેમાં ગુજરાત સરકારના સચિવ શ્રી ભગોરા સાહેબ, મોરબી ડીડીઓ પ્રજાપતિ સાહેબ તથા નાયબ કાર્યપાલક ઇજનેર છૈયા સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા…
આ તકે પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને પુસ્તકોની કીટનું વિતરણ તેમજ ગત વર્ષના ધોરણ 10માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે બાદ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિવિધ વિષયો પર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો….
આ તકે કાર્યક્રમમાં CRC શેરસીયા સાહેબ, BRC બાદી સાહેબ, ટ્રસ્ટી વિનુભાઈ શાહ, કલ્પેંદુભાઈ મહેતા, દિનેશભાઈ રાવલ, અલ્પેશભાઈ પટેલ, નિકુંજભાઈ વેદ તેમજ વાલીઓ તથા સંકુલના પ્રધાન આચાર્યો, આચાર્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા….