વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઇકાલે શનિવારે ચુંટણી યોજાઈ હતી, જેમાં તમામ 15 બેઠકો પર ભારે રસાકસી બાદ વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચુંટણીમાં સહકારી આગેવાન અને પુર્વ સરપંચ ઇસ્માઇલભાઈ કડીવાર (આમીન વાસણ) ની પેનલના તમામ સભ્યોનો વિજય થયો હતો, જ્યારે સામે વર્તમાન સરપંચ તથા ઉપસરપંચની પેનલના તમામ સભ્યોની હાર થઈ હતી…
આ ચુંટણીમાં નાના સિમાંતની એક બેઠક પર ઇસ્માઇલ ફતેમામદભાઈ કડીવાર, મહિલા અનામતની બે બેઠક પર જોહેરાબેન અયુબભાઈ કડીવાર તથા મરીયમબેન અલીભાઈ સિપાઇ તેમજ સામાન્ય ખેડૂતની 12 બેઠક પર ૧. અબ્દુલ અલીભાઈ કડીવાર, ૨. અયુબ જીવાભાઈ કડીવાર, ૩. ઇબ્રાહિમ હાજીભાઈ કડીવાર, ૪. ઉસ્માન અલાવદી કડીવાર,
૫. ઉસ્માનગની સાવદીભાઈ કડીવાર, ૬. મંજુરહુશેન ઉસ્માનભાઈ ચારોલીયા, ૭. મહમદહનીફ કડીવાર, ૮. મહમદહનીફ મીરાંજીભાઈ કડીવાર, ૯. માહમદ અલીભાઈ ખોરજીયા, ૧૦. મુખ્તાર માહમદહુશેન સિપાઈ, ૧૧. રહીમ જીવાભાઈ ભોરણીયા અને ૧૨. હુશેનભઈ મામદભાઈ ખોરજીયાનો વિજય થયો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh6