વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કુલ કેમ્પસ ખાતે આજરોજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને UPSC પરિક્ષા અંગે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યુ.પી.એસ.સી. શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ તથા વાંકાનેરની કૉલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું…
આ સેમિનાર વાંકાનેરની શ્રી અમરસિંહજી હાઈસ્કૂલ તથા શ્રીમતી ઈન્દુમતિબેન મહેતા મહિલા કોમર્સ કૉલેજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી આર. એ. કોંઢીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. જી. વોરા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી બિપિનભાઈ સોલંકી, બી.આર.સી. કૉ.ઑ. મયૂરરાજસિંહ પરમાર, સી.આર.સી. કૉ.ઑ. રફીકભાઈ માથકિયા, અમરસિંહજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એમ. જી. સોલંકી, શ્રીમતી ઈન્દુમતિબેન મહેતા મહિલા કોમર્સ કૉલેજના પ્રિન્સિપાલ શીતલબેન શાહ, ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી કલ્પેન્દુભાઈ મહેતા સહિતના પણ ઉપસ્થિત રહ્યા હતા….