Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના તિથવા ગામની સેવા સહકારી મંડળીની રસપ્રદ ચૂંટણીમાં રસાકસી બાદ એકતા પેનલનો...

    વાંકાનેરના તિથવા ગામની સેવા સહકારી મંડળીની રસપ્રદ ચૂંટણીમાં રસાકસી બાદ એકતા પેનલનો વિજય….

    ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી 12 બેઠકો પર એકતા પેનલના ઉમેદવારો વિજેતા….

    વાંકાનેર તાલુકાના તિથવા ગામની સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ હોય, જેમાં આ રસપ્રદ ચૂંટણીમાં ભારે રસાકસી બાદ એકતા પેનલનો જ્વલંત વિજય થયો હતો. શ્રી તિથવા સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી 12 બેઠકો પર એકતા પેનલના ઉમેદવારો વિજય થયા હતા, જ્યારે અન્ય ચાર બેઠકો પર અન્ય પેનલના ઉમેદવારો વિજેતા થયા છે….

    આ ચુંટણીમાં સામાન્ય ખેડૂત વિભાગની 14 બેઠકો પૈકી 10 બેઠક પર એકતા પેનલના ઉમેદવાર ૧). ઇરફાન મામદભાઈ ગઢવારા (પ્રમુખશ્રી, વાંકાનેર તાલુકા પ્રોસેસિંગ), ૨). ઇબ્રાહિમ હાજીભાઈ ખોરજીયા, ૩). ઇકબાલ રહીમભાઈ બાદી, ૪). અલાવદી આહમદભાઈ બાકરોલીયા, ૫). હુશેન અલાવદીભાઈ ખોરજીયા, ૬). નીજામુદ્દીન જલાલભાઈ ભોરણીયા, ૭). જૈનુલ અબ્દુલભાઈ માથકીયા, ૮). મંજુરહુશેન આહમદભાઈ સીપાઇ, ૯). અબ્દુલરહીમ અમીભાઈ પિંડાર, ૧૦). ઇસ્માઇલ અમીભાઈ બરીયાનો વિજય થયો છે,

    જ્યારે બાકીની ચાર બેઠકો પર સામેની પેનલના ૧૧). ઇસ્માઇલ હાજીભાઈ શેરસીયા, ૧૨). ઉસ્માન હસનભાઈ શેરસીયા, ૧૩). મંજુરહુશેન પટેલ, અને ૧૪). નુરીબેન માહમદ પટેલનો વિજય થયો હતો. આ સાથે જ નાના સિમાંત ખેડૂતની એક બેઠક પર એકતા પેનલના માહમદ અભરામભાઈ ચૌધરી તથા મહિલા અનામતની એક બેઠક પર એકતા પેનલના આસીબેન ઉસ્માનભાઈ ખોરજીયાનો વિજય થયો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!