ગરબી આયોજક ના પાડવા જતાં આરોપીઓએ છરી બતાવી માર માર્યો….
વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામે પ્રાચીન ગરબીમાં રાસ-ગરબા રમતી બાળાઓની વચ્ચેથી ત્રણ-ત્રણ વખત બાઈક પસાર કરી ત્રણ ઇસમો દ્વારા છેડતીનો પ્રયાસ કરી, ગરબીના આયોજકને છરી બતાવી ઢીકા પાટુનો માર મારતા આ મામલે ત્રણ ઇસમો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે રામજી મંદિર ચોકમાં પ્રાચીન ગરબી યોજાતી હોય, જેમાં ગત તા.8ના રાજ રાત્રીના બાળાઓ રાસ-ગરબા રમતી હોય ત્યારે આરોપી હર્ષદ રાજાભાઈ નાકિયા (રહે. ઠીકરિયાળા), દેવ ડાભી (રહે. કુવાડવા) અને એક અજાણ્યા ઇસમ સહિત ત્રણેય શખ્સોએ પોતાનું હિરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ 13 BE 6248 ત્રણ-ત્રણ વખત,
રાસ-ગરબા રમતી બાળાઓ વચ્ચે નાંખી બાળાઓની છેડતી કરવાનો પ્રયાસ કરતા ગરબી મંડળના સભ્ય અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણીએ ત્રણેય શખ્સોને રોકતા આરોપી દેવ ડાભીએ છરી બતાવી, ધમકી આપી ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ઢીકા પાટુંનો માર મારતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગરબી આયોજકની ફરિયાદ પરથી ત્રણેય ઇસમો સામે ગુન્હો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L