વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામની સીમમાં આવેલ એક વાડીએ દરોડો પાડી ઢોરની ગમાણમાં છુપાવેલ વિદેશી દારૂની 92 બોટલ ઝડપી પાડી, આરોપી સ્થળ પર હાજર નહીં મળી આવતાં તેની સામે ગુન્હો નોંધી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ઠીકરિયાળી ગામની સીમમાં આવેલ આરોપી હિતેશ પ્રેમજીભાઈ સોરાણીના કબ્જા ભોગવટા વાળી વાડીમાં દરોડો પાડી ઢોર બાંધવાની ગમાણમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી 92 બોટલ (કિંમત રૂ. 25,565)નો જથ્થો ઝડપી પાડી સ્થળ પર આરોપી હિતેશ સોરાણી હાજર નહીં મળી આવતાં તેની સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD