વાંકાનેર તાલુકાના થાન રોડ પર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એક નવા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરોએ સાબુના જથ્થા સહિતના મુદ્દામાલની ચોરી કરી હોય, જે બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના થાન રોડ ઉપર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક નવા કોમ્પલેક્ષમાં આવેલ ફરિયાદી સુરેશભાઈ રાઠોડના સાબુના ગોડાઉન/દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી ચોરી કરવામાં આવી હોય જે બનાવમાં પોલીસે ચોરી કરનાર આરોપી વિરમભાઇ ઉર્ફે વિજયભાઈ ગાડુંભાઇ ટોટા (ઉ.વ. ૩૭, રહે હસનપર) અને સરવન ઉર્ફે સોનુ કરશનભાઈ રાઠોડ (ઉ.વ. ૨૦, રહે. શક્તિપરા, હસનપર) ને 1000 કિલો સાબુનો જથ્થો, એક વજનકાંટો તથા એક સીએનજી રીક્ષા નં. GJ 03 BT 5209 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD