વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ખનીજચોરી માટે મોટા જથ્થામાં જીલેટીન વિસ્ફોટક ગોઠવી બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરાયો હતો, જે મામલે આરોપીઓ દ્વારા જમીનમાં ખાડા કરી ગોઠવવામાં આવેલ વિસ્ફોટકના જથ્થાનો પોલીસ દ્વારા ગઇકાલે વિભાગીય મંજૂરી બાદ બ્લાસ્ટ કરી નાશ કરવામાં આવ્યો હતો…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામની ઓળ તરીકે ઓળખાતી સરકારી ખરાબાની સીમમાં થોડા દિવસો પહેલા મોરબી એસઓજીની ટીમ દ્વારા રેડ કરી ખરાભાના સર્વે નંબર ૧૬૩/૧ પૈકી ૨૪ ની જમીનમાં કોઈ જાતની લીજ કે આધાર વગર ગેરકાયદેસર પથ્થરો કાઢવના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. જે સ્થળ પર જમીનમાં આશરે 57 જેટલા 45 ફુટ ઉંડા બોર પૈકીના 14 બોરમાં આરોપીઓ દ્વારા જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય, જેથી પોલીસે બી.ડી.ડી.એસ. તથા એફ.એસ.એલ. ને સ્થળ ઉપર બોલાવી,
તપાસ કરાવતા સદરહુ એક્સપ્લોઝીવ પ્લાન્ટ કરેલ હોય તે નિકળે તેમ ન હોય અને જો કાઢવામાં આવે તો બ્લાસ્ટ થઇ જાન માલ મીલકતને નુકશાન થાય તેમ હોય, જેથી ગુના વાળી જગ્યાએ એક્સપ્લોઝીવ બ્લાસ્ટ કરવા માટે નામદાર કોર્ટ તથા જીલ્લા કલેકટર મોરબી તથા પેસો વડોદરાની મંજુરી મેળવી ગત શનિવારના રોજ ઉચ્ચ અધિકારીઓ તથા પંચોની હાજરીમાં પોલીસે જરૂરી સલામતી રાખી શોર્ટ ફાયરર વિજય ટ્રેડીંગ મારફતે બ્લાસ્ટ કરી નાશ કરવામાં આવ્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc