Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારટંકારા તાલુકાની હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ત્રણ દાયકા પછી સતા...

    ટંકારા તાલુકાની હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ત્રણ દાયકા પછી સતા પરીવર્તન….

    સત્તાધીશ સહયોગ પેનલના ટ્રેકટર નિશાન સામે યુવા ઉમેદવારોની કળશ પેનલના જ્વલંત વિજય….

    ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે 15 ઓગસ્ટે જુથ સેવા સહકારી મંડળીની ચુંટણી યોજવામાં આવી હોય, જેમાં કુલ 20 બેઠકો માટે બે પેનલ મેદાનમાં ઉતરી હતી, જેમાં છેલ્લા ત્રણ દાયકાથી સત્તામાં રહેલ સહકારી મંડળીના સભ્યો પૈકીની સહયોગ પેનલ ટેકટર નિશાન સાથે તો સામે બંડ પોકારી સતાની નારાજગી દર્શાવી પરીવર્તન માટે ફાલ્કગુનભાઈ સંઘાણી, હરેશભાઈ સંઘાણી, પ્રકાશભાઈ સંઘાણીની યુવા પેનલ કળશ નિશાન સાથે મેદાનમાં આવતા સહકારી મંડળીની ચુંટણી ભારે રસાકસી ભરી બની હતી,

    જેમાં રીતસર મતદારો માટે પ્રચાર અને મનામણા બાદ સહકાર પેનલના 20 ઉમેદવારો જ્યારે યુવા પેનલમાંથી 19 ઉમેદવારો માટે હરબટીયાળી મિતાણા (પ્રભુનગર) ધોલિયા હરીપર (ભુતકોટડા) ગામના 1600 જેટલા સભાસદો પૈકી 1470 જેટલા ખાતેદારોએ ધિગુ મતદાન કર્યું હતું. ઉંચા મતદાન બાદ શુક્રવારના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરબટીયાળી ખાતે ચુંટણી અધિકારી સહિતના કર્મચારીઓ વચ્ચે મતગણતરી પુર્ણ થતા સાંજે જુની પેનલને પછડાટ આપી નવી યુવા પેનલ અગ્રેસર રહી તમામ 19 સભ્યોનો જ્વલંત વિજય થયો હતો…

    અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી મંડળીની ચુંટણી પણ હવે મોટી ચુંટણી માફક રંગેચંગે થતી હોય એમ પોતાનુ પ્રતીનિધીત્વ વધારવા કુટુંબ જુથ આગળ આવે છે. હરબટીયાળી મંડળી ચુંટણી મા યુવાનો આગળ આવી વડીલોને માત આપી હોય એવો ઘાટ સર્જાયો હતો જોકે કળશનો એક સભ્ય ઉભો રહો ન હતો ત્યા ટ્રેકટરે ખેડ કરતાં સંપુર્ણ સફાયા માંથી બચ્યાં હતા….

    વિજેતા ઉમેદવારો…

    ૧). અશોકભાઈ ચકુભાઈ સંઘાણી
    ૨). રસીલાબેન અરવિંદભાઈ સંઘાણી
    ૩). હંસાબેન દિનેશભાઈ ડાકા
    ૪). મોહન રામજીભાઈ ચૌહાણ
    ૫). અંબારામ કલાભાઈ દુબરીયા
    ૬). કરસન ભગવાનજીભાઈ સંઘાણી
    ૭). કાંતિલાલ રણછોડભાઈ સંઘાણી
    ૮). કેશવજી પાંચાભાઇ ભાગીયા
    ૯). ગંગારામ ગોવિંદભાઈ નમેરા
    ૧૦). ઘેલાભાઈ વાઘજીભાઈ ઢેઢી

    ૧૧). ચકુભાઈ નરશીભાઈ દુબરીયા
    ૧૨). ચંદુલાલ પ્રેમજીભાઈ ભાગીયા
    ૧૩). નરેન્દ્ર મકનભાઈ સંઘાણી
    ૧૪). નાથાલાલ વિરજીભાઈ સંઘાણી
    ૧૫). ભગવાનજી નારણભાઈ ગજેરા
    ૧૬). ભાણજી કાળુભાઈ નમેરા
    ૧૭). મનસુખ ભાણજીભાઈ ઉજરીયા
    ૧૮). શશીકાંત ભગવાનજીભાઈ દુબરીયા
    ૧૯). હિતેશ સુંદરજીભાઈ દેવડા

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!