
આજરોજ શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સમગ્ર વાંકાનેર પંથકના શિવાલયો ‘હર હર મહાદેવ’ ના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે, જેમાં વાંકાનેના સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર સહિત તમામ શિવમંદિરોમાં વહેલી સવારથી જ હજારો શિવભક્તો દર્શન માટે કતારબદ્ધ થયા હતા. ભક્તોની ભારે ભીડ વચ્ચે મંદિર પરિસરોમાં ભાવભર્યું આધ્યાત્મિક વાતાવરણ છવાયું હતું. આજના શિવરાત્રિના પર્વે દિવસ દરમિયાન મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાતઃપૂજા, ધ્વજાજી રોહણ, મધ્યાહ્ન આરતી, સંધ્યા આરતી સહિતના કાર્યક્રમો યોજાશે…


વાંકાનેરથી દસ કિલોમીટરના અંતરે આવેલ પ્રસિદ્ધ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રીના પાવન અવસરે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને પૂજન-અર્ચનનો લાભ લીધો હતો. મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ મંદિરમાં ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



